ઝુરી ઝુરી ને, હવે જીવવામાં કઈ મજા નથી,
ઠરી ઠરી ને, હવે બુઝાવામાં કઈ મજા નથી.
એક સમય હતો, મારો, સરકી ગયો હાથ થી,
ખરી ખરી ને, હવે ખીલવામાં કઈ મજા નથી.
અવગણના કરતા તો સો ગણું બેહતર મૃત્યુ ,
રડી રડી ને, હવે હસવામાં કઈ મજા નથી.
શત્રુ નથી કોઈ, અંગતો જ છે સામે આપણા,
લડી લડી ને હવે, હારવામાં કઈ મજા નથી.
જીતેલી બાઝી પણ છોડી દેવી પડે છે ભલા,
જીતી જીતી ને હવે હારવામાં કઈ મજા નથી.
સામી છાતી એ જ પડકરવું છે મારે મોત ને,
ડરી ડરી ને હવે, લડવામાં કઈ મજા નથી.
"મિત્ર" સ્વજનો જ ઝંખે છે, મૃત્યુ જ્યારે,
મરી મરી ને હવે, મરવામાં કઈ મજા નથી.