*તારી યાદ સૌ ભૂલી જાસે,*
*એક દિન જોજે ભીંતમાં*
*તસ્વીર તારી ઝૂલી જાસે,*
*સમયના વહેતા પ્રવાહમાં,*
*તારી યાદ સૌ ભૂલી જાસે,*
*ભૂલકણા તારા ભાઈ સૌ*
*ભાભીઓ ભૂલી જાસે,*
*તારા કરેલા કામ સૌ,*
*તારું નામ પણ ભૂલી જાસે,*
*ભૂલસે તારા ભૂતકાળ ને*
*તારી જાત પણ ભૂલી જાસે,*
*છોળ સંસાર ની વાત તું,*
*તારી માત પણ ભૂલી જાસે.*
*આવ્યા'તા તારે આંગણે*
*એ અતિથિ ભૂલી જાસે,*
*તારા જન્મ અને મોતની,*
*સૌ તિથિ પણ ભૂલી જાસે.*
*ભૂલી જશે એ ભાઈબંધો*
*જેને ડૂબતા નેં તેં તાર્યાં,*
*સંતાન ભૂલસે સમય વહે,*
*તારી ભાર્યા પણ ભૂલી જાસે.*