અહંમ અને અભિમાન પડતીનું કારણ છે
જ્ઞાન તણા ભંડારો ઉન્નતિ કેરા કારણ છે
મળે પ્રતિષ્ઠા કદી સન્માનનું આગમન છે
થતાં કલંકિત કદી ધિક્કાર તણાં દાન છે
બન્યા રાજકારણી વચનો તો ઉપહાર છે
નિભાવવાં તેને પછી કદી ક્યાં પરવાર છે
ધર્મને નામે કરાતા જગે ઝગડા અપાર છે
માનવ માનવના લોહી દુનિયામાં લાલ છે
માનવી માનવીમાં શાને વેરઝેર અપાર છે
સમયની શતરંજના પેદાઓની જ ચાલ છે
કેટલા કેટલા વિરોધાભાસની ભરમાર છે
ઈશ્વરને જરા પુછો શાને ભેદની ભરમાર છે