Skip to main content

તમારા જીવનનાં બગીચામાં હું પુષ્પ બની ખીલું તો સારું

તમારા જીવનનાં બગીચામાં હું પુષ્પ બની ખીલું તો સારું,
મારા જીવનરૂપી સમુદ્રમાં મોજા બની ઉછાળો તો સારું,
દિવસ સૂર્યને, રાત્રિ તારાને, નદી પાણીને વિસરી જાય,
પણ તમે મારાથી કદી વિસરો નહીં..તો સારું,
મારી આંખો ક્ષણભર તમને ભૂલી શકતી નથી,
ક્યારેક નજરથી નજર મિલાવો તો સારું,
તમે કેસુડાના સ્નેહરૂપી, મોગરાની ફોરમરૂપી,
કોયલની મીઠાસરૂપી મારા જીવનમાં આવો તો સારું,
હું તો તમારી રાહ જોઇ બેઠો છું જીવનમાં પણ
આ જીવ ક્ષણભર પણ પ્રતિક્ષા કરે….તો સારું..