Skip to main content

મોસમ બોલે છે



આવકાર આપે છે આંખ, મૌન બોલે છે      

સાંજ તુજ વિના ઘણુ બધુ,દિલ નુ રાઝ ખોલે છે    


કરુ છું જો હવે દિલની વાત, તો તુ સાંભળજે           

રાત દિન હવે દિલ તો, તારુ નામ બોલે છે           


પાનખર હવે તારી હાજરી થી વસંત લાગે છે 

આજ પાન ખર મા પણ ભ્રમર તો બોલે છે         


નામ તારુ આવે ને ચાંદ પણ છુપાઈ છે                

વાદળા વિના મોસમ પણ હવે તો બોલે છે      


ખુદ હસે છે મૃદુલ મન ઝાઝવાના નીર જોઈ 

માણુ છુ ચપટી હુંફ ની મોસમ જે બોલે છે