Skip to main content

પતંગોત્સવ શીખવે શીખ

શીર્ષક - "પતંગોત્સવ શીખવે શીખ" 

કાપ્યો, કાપ્યોનો ગુંજ્યો નાદ;
એ બહાને બે વચ્ચે થયો સંવાદ;

એક છે ઉપર અને એક છે નીચે, 
સ્થાન માટે પછી થાય વાદ વિવાદ;

એક મૂકે ઢીલું તો બીજો ખેંચે,
કપાય પણ ન થાય શાંત ફિસાદ;

એવાં મળે છે ગળે એકબીજાથી, 
ને અંગતોને હાથે થાય ગળાં વાઢ;

વારો આજ એકનો કાલ બીજાનો, 
નાદનો પડઘાય છે જરૂર અનુનાદ;

"વ્યોમ" જેવી ઊંચાઈ શું કામની? 
જે મળે સ્વજનોને કરીને બરબાદ;

પતંગોત્સવ શીખવે શીખ "વ્યોમ"
બરબાદ કરનાર ના થાય આબાદ;

Popular posts from this blog

હું, તમે ને આપણે

છોડ, કાંટા, ફૂલ તે શું ? હું, તમે ને આપણે સૂર્ય, તારા, ચંદ્ર તે શું ? હું, તમે ને આપણે રણ, આ રેતી, આ સમંદર, પર્વતો ને આ ઝરણ સિંહ, સસલાં, મોર તે શું ? હું, તમે ને આપણે તેજ, વાયુ, માટી ને આ આભ ને આ જલ બધું શૂન્ય જેવું શૂન્ય તે શું ? હું, તમે ને આપણે ઘર, આ ઘરની ભીંત, છત, બારી અને આ બારણાં થાંભલી, આ મોભ, તે શું ? હું, તમે ને આપણે વસ્ત્ર ને આ આભરણ ને આ સુગંધી દ્રવ્ય સૌ એ બધાનું કેન્દ્ર તે શું ? હું, તમે ને આપણે હું, તમે ને આપણેની આ લીલા છે, ખેલ છે ફોક, જુઠ્ઠું, વ્યર્થ તે શું ? હું, તમે ને આપણે

*તારી યાદ સૌ ભૂલી જાસે,*

*તારી યાદ સૌ ભૂલી જાસે,* *એક દિન જોજે  ભીંતમાં* *તસ્વીર તારી ઝૂલી જાસે,* *સમયના વહેતા પ્રવાહમાં,* *તારી યાદ સૌ ભૂલી જાસે,* *ભૂલકણા તારા ભાઈ સૌ* *ભાભીઓ ભૂલી જાસે,* *તારા કરેલા કામ સૌ,* *તારું નામ પણ ભૂલી જાસે,* *ભૂલસે તારા ભૂતકાળ ને* *તારી જાત પણ ભૂલી જાસે,* *છોળ સંસાર ની વાત તું,* *તારી માત પણ ભૂલી જાસે.* *આવ્યા'તા તારે આંગણે* *એ અતિથિ ભૂલી જાસે,* *તારા જન્મ અને મોતની,* *સૌ તિથિ પણ ભૂલી જાસે.* *ભૂલી જશે એ ભાઈબંધો* *જેને ડૂબતા નેં તેં તાર્યાં,* *સંતાન ભૂલસે સમય વહે,* *તારી ભાર્યા  પણ ભૂલી જાસે.*

એક સરીખી...

એક સરીખી...  નામ અલગ રાખ્યાં છે કિન્તુ પીડા મળતી એક સરીખી,  કોઇ મિલનથી, કોઇ વિરહમાં, આંખો રડતી એક સરીખી.  કોઇ સમયની રાહ જુએ ને કોઇ સમયથી ભાગ્યા કરતાં,  શૂળ બનીને વાગે કાંટા, કાય કણસતી એક સરીખી.  આજ ઉડીને અહીં આવી તો કાલ ઉડીને ત્યાં બેસી ગઈ,  મન્દિર હો યા મસ્જિદ હોવે, ચકલી ચણતી એક સરીખી.  સૂરજના આથમવા ટાણે શાંત સરોવર સામે બેઠો,  એ પણ ડૂબ્યો, હું પણ ડૂબ્યો, ચડતી પડતી એક સરીખી.  એક વખતની વાત નથી આ કાયમની છે લમણાંકૂટ,  હું વળગ્યો કે ઈચ્છા વળગી, વાત સળગતી એક સરીખી.