Skip to main content

પતંગ

પતંગ ચગાવી શકાય એવો પવન રહે
ઠૂમકા મારી પતંગ ચગાવા ની જફા ના રહે

એક શૂન્ય બાંધેલી કિન્યાવાળો પતંગ હોય
ગોળ ગોળ ના ફરે ને આકાશમાં સ્થિર રહે

સાંકળ આંઠ નું રીલ ને સિંકદર ના રંગની દોરી હોય
એક પતંગ પર દસ દસ પતંગ કાપવાનો આનંદ રહે

ફીરકી પકડનાર નું ધ્યાન પતંગ ચઢાવનાર પર રહે
ઢીલ છોડવાની આવે ત્યારે કપાવાનું બહાનું ના રહે 

કિન્યા બાંધેલા પતંગો નો જથ્થો ને પાંચ હજાર દોરી હોય 
સાંજ પડે ઝંડો પકડી ને દોરી પતંગ પકડવાનો વાળો ના રહે 

પતંગ કાપવા માટે પતંગ ચઢાવી ને ઉભા ના રહેવું પડે
ઇચ્છીએ આજુબાજુ ના ધાબા પરથી પણ પતંગો ચઢતા રહે

આશા, ઉપરોક્ત બધી જ પરિસ્થિતિ આપ સૌ માટે રહે 
ને આપની ઉત્તરાયણ આનંદ ઉત્સાહ ઉલ્લાસ ભરી રહે